(N/A) કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડાં મૂકે છે. જોકે,બંધનાવસ્થામાં રહેલાં પક્ષીઓ (જેમ કે મરઘાંઉછેર કેન્દ્રમાં) આખા વર્ષ દરમિયાન ઈંડાં આપે તે રીતે કેળવવામાં આવે છે. આ કિસ્સામાં ઈંડાં મૂકવા એ પ્રજનન નથી,પરંતુ માનવકલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે.
જરાયુ ધરાવતાં માદા સસ્તનો પ્રજનન તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક નલિકાઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. ગાય,ઘેટાં,ઉંદર,હરણ,કૂતરાં અને વાઘ જેવા પ્રાઇમેટ ન હોય તેવા (non-primates) સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને $Oestrus$ $cycle$ (ઋતુકીય ઋતુચક્ર) કહે છે.
વાંદરા,એપ અને મનુષ્ય જેવા પ્રાઇમેટમાં તેને $Menstrual$ $cycle$ (માસિક ઋતુચક્ર) કહે છે.
ઘણાં સસ્તનો,ખાસ કરીને કુદરતી જંગલી પરિસ્થિતિમાં વસતાં પ્રાણીઓમાં,આ ચક્ર માત્ર તેમના પ્રજનન તબક્કા દરમિયાન સાનુકૂળ ઋતુમાં જ જોવા મળે છે,તેથી તેઓને $Seasonal$ $breeders$ (ઋતુકીય સંવર્ધકો) કહે છે.
ઘણાં અન્ય સસ્તનો તેમના સમગ્ર પ્રજનન તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે,તેથી તેઓને $Continuous$ $breeders$ (સતત સંવર્ધકો) કહે છે.