$DNA$ કુંતલના પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કેવી રીતે થાય છે? વિગતવાર વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બે ક્રમિક બેઇઝ જોડ વચ્ચેનું અંતર $0.34 \, nm$ $(0.34 \times 10^{-9} \, m)$ લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા $DNA$ની લંબાઈ કુલ બેઇઝ જોડીને બે પાસપાસે આવેલા જોડના અંતર સાથે ગુણીને ગણીએ,એટલે કે $6.6 \times 10^9 \, bp \times 0.34 \times 10^{-9} \, m/bp$,તો તે લગભગ $2.2 \, m$ થાય છે. આ લંબાઈ લાક્ષણિક કોષકેન્દ્રના પરિમાણ (આશરે $10^{-6} \, m$) કરતા ઘણી વધારે હોય છે.
$Escherichia \, coli$ $(E. \, coli)$ માં,$DNA$ ની લંબાઈ $1.36 \, mm$ અને $4 \times 10^6 \, bp$ હોય છે.
$E. \, coli$ માં સુવિકસિત કોષકેન્દ્રનો અભાવ હોવા છતાં,$DNA$ તેના કોષમાં સંપૂર્ણ રીતે ફેલાયેલું હોતું નથી. ઋણ વીજભારિત $DNA$ કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક ચોક્કસ સ્થાને ગોઠવાય છે,જેને ન્યુક્લિઓઇડ (nucleoid) કહે છે.
ન્યુક્લિઓઇડમાં $DNA$ મોટી કડી (loop) સ્વરૂપે આયોજિત હોય છે અને આ કડીઓ પ્રોટીન દ્વારા જકડી રાખવામાં આવે છે.
સુકોષકેન્દ્રી સજીવોમાં આ આયોજન ખૂબ જ જટિલ હોય છે. તેમાં ધન વીજભારિત પ્રોટીનનો સમૂહ આવેલો હોય છે જેને હિસ્ટોન (histone) કહે છે.
પ્રોટીન વીજભારિત પાર્શ્વ શૃંખલા ધરાવતા એમિનો ઍસિડની બહુલકતાને આધારે વીજભાર પ્રાપ્ત કરે છે.
હિસ્ટોન પ્રોટીનમાં આલ્કલીય એમિનો ઍસિડ લાયસીન અને આર્જેનિન પુષ્કળ પ્રમાણમાં હોય છે,જેની પાર્શ્વ શૃંખલાઓ ધન વીજભાર ધરાવે છે.
હિસ્ટોનના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટોમર કહે છે. ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમરની આસપાસ વીંટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિઓઝોમ (nucleosome) કહે છે.
ન્યુક્લિઓઝોમ એ કોષકેન્દ્રમાં જોવા મળતી ક્રોમેટિન (chromatin) નામની રચનાનો પુનરાવર્તિત એકમ છે,જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેઠળ 'દોરી પર મણકા' (beads-on-string) જેવી દેખાય છે.

Explore More

Similar Questions

$DNA$ હેલિક્સના એક આંટામાં કેટલા ન્યુક્લિયોટાઇડ્સ હોય છે ($\text{જોડી}$ માં)?

એડેનીન થાયમિન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે?

$5$-Methyl uracil એ . . . . . . છે.

કયા અણુમાં પિતૃઓ જેવી જ જૈવિક ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરવા માટેની ગૂઢ સાંકેતિક માહિતી (genetic code) હોય છે?

$DNA$ ની એક શૃંખલાનો બેઈઝ ક્રમ $GAT, TAG, CAT, GAC$ છે,તો તેની પૂરક શૃંખલાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo