નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે। નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્ત્રાવ $(cerebral \text{ } hemorrhage)$ ને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે। નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહોલ સાથે તેમનું સેવન ઓવરડોઝ પ્રેરે છે અને તે મૃત્યુનું કારણ પણ બની શકે છે।
યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિમાં ઘટાડો, શાળા કે કોલેજમાં કારણ વગરની ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટનો સમાવેશ થાય છે।
નશાકારક પદાર્થો કે આલ્કોહોલના સેવનની દૂરોગામી અસરો પણ હોઈ શકે છે। જો બંધાણીને નશાકારક પદાર્થો ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે। તેની પ્રતિકૂળ અસરો માત્ર સેવન કરનાર વ્યક્તિ સુધી સીમિત હોતી નથી; બંધાણી પોતાના પરિવાર કે મિત્રો માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે।
જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઈન્જેક્શન) લે છે, તેમને $AIDS$ અને $Hepatitis-B$ થવાની શક્યતા રહે છે। આ રોગના વિષાણુઓ ચેપી સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે। $AIDS$ અને $Hepatitis-B$ બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે। બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા પણ થાય છે।
તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે, જે પુખ્તાવસ્થામાં વ્યસન તરફ દોરી જાય છે। ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને હાનિ પહોંચે છે $(cirrhosis)$। સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરિત અસરો પ્રેરે છે।
કેટલાક ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરવા માટે ડ્રગ્સનો દુરુપયોગ કરે છે। રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇડ્સ, ડાયયુરેટિક્સ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ માંસલ શક્તિ વધારવા અને આક્રમકતા વધારવા કરે છે।
મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નર જાતિનાં લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો અને અવાજ ઘેરો બનવો જેવી આડઅસરો જોવા મળે છે।
પુરુષોમાં ખીલ, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું અને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી જેવા લક્ષણો જોવા મળે છે।
આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે। તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં, ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓનાં વૃદ્ધિકેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે।

Explore More

Similar Questions

અફીણમાંથી કયા પ્રકારનું ઔષધ મેળવાય છે?

ફૂગનો અર્ગોટ શું ઉત્પન્ન કરે છે?

અફીણમાંથી કયા દર્દશામક (analgesic) ઔષધો મેળવાય છે?
$(i)$ મોર્ફિન $(ii)$ કેનાબિનોઇડ $(iii)$ બારબીટ્યુરેટ $(iv)$ કોડીન

નીચેનામાંથી કયું આલ્કલોઇડ પ્રબળ કબજિયાત કરનાર પદાર્થ છે?

તમાકુનો ઉપયોગ ક્યાંથી શરૂ થયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo