$DNA$ ખંડોના અલગીકરણ અને શુદ્ધિકરણ માટેની પદ્ધતિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ દ્વારા $DNA$ ને કાપવાના પરિણામ સ્વરૂપે $DNA$ ના ટુકડાઓ પ્રાપ્ત થાય છે. આ ટુકડાઓને જેલ ઈલેક્ટ્રોફોરેસિસ (gel electrophoresis) તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. $DNA$ ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોવાથી,તેમને માધ્યમ કે આધારકમાં વિદ્યુતક્ષેત્રની મદદથી ધન વિદ્યુતધ્રુવ (anode) તરફ ગતિ કરાવીને અલગ કરી શકાય છે.
આજકાલ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું માધ્યમ એગેરોઝ છે,જે દરિયાઈ નિંદણ (sea weeds) માંથી મેળવેલ કુદરતી પોલીમર છે. એગેરોઝ જેલની ચાળણી જેવી અસરને કારણે $DNA$ ના ટુકડાઓ તેમના કદ મુજબ અલગ થાય છે. આમ,ટુકડાનું કદ જેટલું નાનું,તેટલું તે વધુ દૂર સુધી ગતિ કરશે. આકૃતિમાં જુઓ અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હતું.
અલગીકૃત $DNA$ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ $DNA$ ને ઈથીડિયમ બ્રોમાઈડ (ethidium bromide) નામના સંયોજન વડે અભિરંજિત કરીને $UV$ કિરણો દ્વારા નિરાચ્છાદિત (exposed) કરવામાં આવે (તમે શુદ્ધ $DNA$ ના ટુકડાઓને અભિરંજિત કર્યા વગર દૃશ્યમાન પ્રકાશમાં જોઈ શકતા નથી).
ઈથીડિયમ બ્રોમાઈડથી અભિરંજિત જેલ પર $UV$ પ્રકાશ પાડતાં $DNA$ ના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય છે (આકૃતિ). $DNA$ ના પટ્ટાઓને એગેરોઝ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન (elution) કહે છે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલા $DNA$ ના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ઉપયોગ સીધા જનીન સ્થાનાંતરણ (direct gene transfer) માટે કરી શકાતો નથી?

$PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) નો ઉપયોગ નીચેનામાંથી કયા રોગોના નિદાન માટે થાય છે?

જનીન ઇજનેરી વિદ્યાના નીચેના સાધનો/પદ્ધતિઓમાંથી,પ્રાણી કોષોમાં બેક્ટેરિયલ જનીનનું ક્લોનિંગ કરવા માટે જરૂરી હોય તે ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. એન્ડોન્યુક્લિએઝ $II$. લાયગેઝ
$III$. $A. tumefaciens$ $IV$. માઇક્રોઇન્જેક્શન
$V$. જીન ગન $VI$. લાયસોઝાઇમ
$VII$. સેલ્યુલેઝ $VIII$. ઇલેક્ટ્રોફોરેસિસ

બાયોરિએક્ટર વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ તે તાપમાન, $pH$, સબસ્ટ્રેટ, ક્ષાર, વિટામિન અને ઓક્સિજન જેવી શ્રેષ્ઠ વૃદ્ધિની પરિસ્થિતિઓ પૂરી પાડીને ઇચ્છિત ઉત્પાદન મેળવવા માટે તમામ શ્રેષ્ઠ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે.
$II.$ તે ઘણા દિવસો સુધી એસેપ્ટિક (જંતુરહિત) પરિસ્થિતિઓમાં સૂક્ષ્મજીવોના મોટા પાયે ઉત્પાદન માટે યોગ્ય છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo