(N/A) આલ્કોહોલનું સામાન્ય નામ: આલ્કોહોલ સંયોજનોનું સામાન્ય નામ લખવા માટે હાઈડ્રોક્સિ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહનું નામ લખીને તરત જ 'આલ્કોહોલ' શબ્દ જોડવામાં આવે છે.
$(b)$ $IUPAC$ પદ્ધતિ પ્રમાણે આલ્કોહોલનું નામકરણ:
$(i)$ મોનોહાઈડ્રિક આલ્કોહોલ: $IUPAC$ પદ્ધતિ પ્રમાણે મોનોહાઈડ્રિક આલ્કોહોલનું નામ લખવા માટે,જે આલ્કેનમાંથી આલ્કોહોલ બન્યો હોય તેના અંગ્રેજી નામમાં રહેલા અંતિમ $'e'$ ને દૂર કરીને તેના સ્થાને $'-ol'$ પ્રત્યય લગાડવામાં આવે છે.
$\Rightarrow$ વિસ્થાપકોના સ્થાનને અંકો $(1, 2, . . .)$ દ્વારા દર્શાવવામાં આવે છે.
$\Rightarrow$ મુખ્ય કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુનો ક્રમાંક એ છેડાથી આપવામાં આવે છે કે જેથી હાઈડ્રોક્સિ સમૂહ ધરાવતો કાર્બન લઘુતમ ક્રમ પ્રાપ્ત કરે.
$\Rightarrow$ $-OH$ સમૂહ અને અન્ય વિસ્થાપકોના સ્થાનને તે જે કાર્બન સાથે જોડાયેલા હોય તે કાર્બનના ક્રમાંક વડે દર્શાવવામાં આવે છે.
$(ii)$ પૉલિહાઈડ્રિક આલ્કોહોલ: પૉલિહાઈડ્રિક આલ્કોહોલના $IUPAC$ નામ લખવા માટે આલ્કેનના અંગ્રેજી નામમાં રહેલા અંતિમ $'e'$ ને જાળવી રાખીને $'-ol'$ પ્રત્યય લગાડવામાં આવે છે. $-OH$ સમૂહોની સંખ્યા દર્શાવવા માટે 'ઓલ' પ્રત્યયની આગળ 'ડાય','ટ્રાય' વગેરે પૂર્વગ લગાડવામાં આવે છે.
ઉદાહરણ: $CH_2OH-CH_2OH$ (ઈથેન-$1,2$-ડાયોલ),$CH_2OH-CHOH-CH_2OH$ (પ્રોપેન-$1,2,3$-ટ્રાયોલ).