(N/A) બનાવટ: કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં ચૂનાના પથ્થર,ચોક અને આરસપહાણ જેવા વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. તે ફોડેલા ચૂના (slaked lime) માંથી $CO_2$ પસાર કરીને અથવા કેલ્શિયમ ક્લોરાઈડમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરીને બનાવી શકાય છે.
$Ca(OH)_2 + CO_2 \rightarrow CaCO_3 + H_2O$
$CaCl_2 + Na_2CO_3 \rightarrow CaCO_3 + 2NaCl$
વધારે પડતો $CO_2$ પસાર કરવાથી પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે.
ગુણધર્મો: તે સફેદ ફ્લફી પાવડર છે અને પાણીમાં લગભગ અદ્રાવ્ય છે. $1200 \ K$ તાપમાને ગરમ કરતા તે વિઘટન પામી $CO_2$ મુક્ત કરે છે.
$CaCO_3 \xrightarrow{1200 \ K} CaO + CO_2$
તે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે.
$CaCO_3 + 2HCl \rightarrow CaCl_2 + H_2O + CO_2$
$CaCO_3 + H_2SO_4 \rightarrow CaSO_4 + H_2O + CO_2$
ઉપયોગો: $(i)$ તે આરસપહાણ તરીકે બાંધકામમાં અને કળી ચૂનાના ઉત્પાદનમાં વપરાય છે. (ii) $CaCO_3$ અને $MgCO_3$ નું મિશ્રણ લોખંડ જેવી ધાતુઓના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે વપરાય છે. (iii) ખાસ અવક્ષેપિત $CaCO_3$ ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળના ઉત્પાદનમાં વપરાય છે. (iv) તે એન્ટાસિડ તરીકે,ટૂથપેસ્ટમાં ઘર્ષક તરીકે,ચ્યુઈંગ ગમમાં અને સૌંદર્ય પ્રસાધનોમાં ફિલર તરીકે વપરાય છે.