(N/A) ફોસ્ફરસ અનેક અપરરૂપોમાં મળી આવે છે,તે પૈકીના સફેદ,લાલ અને કાળા ફોસ્ફરસ અગત્યના છે.
$(a)$ સફેદ ફોસ્ફરસ: તે ઔદ્યોગિક સંશ્લેષણ દ્વારા મેળવવામાં આવે છે.
તે એક પારભાસક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે.
તે ઝેરી,પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બન ડાયસલ્ફાઈડમાં દ્રાવ્ય હોય છે અને અંધારામાં દીપ્ત $(glow)$ થાય છે.
તે નિષ્ક્રિય વાતાવરણમાં ઊકળતા $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય થઈને $PH_3$ બનાવે છે.
$P_4 + 3NaOH + 3H_2O \rightarrow PH_3 + 3NaH_2PO_2$
તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનોખા સમચતુષ્ફલકીય $P_4$ અણુઓ ધરાવે છે.
$(b)$ લાલ ફોસ્ફરસ: સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં $573 \ K$ તાપમાને કેટલાક દિવસો સુધી ગરમ કરવાથી લાલ ફોસ્ફરસ મળે છે.
લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે.
તે વાસવિહીન,બિનઝેરી તથા પાણી અને કાર્બન ડાયસલ્ફાઈડમાં અદ્રાવ્ય હોય છે.
તે રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતાં ઘણો ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે અને અંધારામાં દીપ્ત પામતો નથી. તે પોલિમેરિક છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ,તે એકબીજા સાથે જોડાયેલા સમચતુષ્ફલકીય $P_4$ એકમોની શૃંખલાઓ ધરાવે છે.