(N/A) વિન્યાસ: કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહો (પરમાણુઓ)ની અવકાશીય ગોઠવણીને તે કાર્બનનો અવકાશીય વિન્યાસ કહે છે.
નીચે એક જ સંયોજન $CHClBrI$ નાં બે અવકાશીય બંધારણો આપ્યાં છે.
બંધારણ $(A)$ અને બંધારણ $(B)$ માં કાર્બન સાથે જોડાયેલા સમૂહો (પરમાણુઓ)ની ગોઠવણી એક સમાન નથી. આ બંધારણો $(A)$ અને $(B)$ બંને એકબીજાના સાદા અરીસાનાં પ્રતિબિંબ છે,જેને વિન્યાસનું પ્રતિબિંબ કહે છે.
$(A)$ નું પ્રતિબિંબ $(B)$ અને $(B)$ નું પ્રતિબિંબ $(A)$ છે. બંધારણ $(A)$ માં કાર્બનનો વિન્યાસ,બંધારણ $(B)$ માંના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. જો $(A)$ અને $(B)$ ભિન્ન હોય તો $(A)$ અને $(B)$ ની પ્રકાશક્રિયાશીલતા વિરુદ્ધ હોય છે તથા કિરાલિટી પણ વિરુદ્ધ હોય છે.