સમજાવો: મિથોક્સિમિથેનની સરખામણીમાં ઇથેનોલનું ઉત્કલનબિંદુ ઊંચું છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મિથૉક્સિમિથેન $(CH_3-O-CH_3)$ અને ઇથેનોલ $(C_2H_5OH)$ બંનેના અણુસૂત્ર સમાન $C_2H_6O$ છે અને આણ્વીય દળ પણ સમાન $46 \ g \ mol^{-1}$ છે. આમ છતાં તેમના ઉત્કલનબિંદુ સમાન નથી.
મિથૉક્સિમિથેનમાં ઈથર સમૂહ છે અને તેમાં ધ્રુવીય $O-H$ બંધ હોતો નથી. આ કારણથી ઈથરમાં આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધ હોતો નથી.
આલ્કોહોલમાં $O-H$ બંધ ધ્રુવીય છે અને ઇથેનોલના ભિન્ન અણુઓ વચ્ચે આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધ હોય છે. ધારો કે $C_2H_5 = R$,તો આંતરઆણ્વીય $H$-બંધ નીચે મુજબ છે:
આ $H$-બંધનનાં આકર્ષણબળોના કારણે ઇથેનોલનું ઉત્કલનબિંદુ મિથૉક્સિમિથેન કરતાં ઊંચું હોય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે ઇથીલીન ગ્લાયકોલને એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ $(KMnO_4)$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મળતી કાર્બનિક નીપજ જણાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં ખૂટતો પ્રક્રિયક/શરત ઓળખો:
$CH_3CH_2OH \xrightarrow{?} CH_3CH_2-O-CH_2CH_3$

$n$-પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને રાસાયણિક રીતે નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે અલગ પાડી શકાય?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ ઓળખો:
$\text{સાયક્લોહેક્ઝેનોલ} + \text{આલ્કોહોલિક } KOH + \Delta \rightarrow X$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo