(N/A) ઘણી વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે વધારવા માટે પ્રકાશનો એક નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. આ ઘટનાને દીપ્તિકાલિતા (Photoperiodism) કહેવામાં આવે છે.
વનસ્પતિઓ પ્રકાશના સંપર્કમાં રહેલા સમયગાળાને માપવાની ક્ષમતા ધરાવે છે.
ઉદાહરણ તરીકે,કેટલીક વનસ્પતિઓ,જેને દીર્ઘ-દિવસી વનસ્પતિઓ (Long-day plants) કહેવાય છે,તેમને પુષ્પસર્જન માટે નિશ્ચિત સમયગાળા કરતાં વધુ પ્રકાશની જરૂર હોય છે.
તેનાથી વિપરીત,અન્ય વનસ્પતિઓ,જેને લઘુ-દિવસી વનસ્પતિઓ (Short-day plants) કહેવાય છે,તેમને પુષ્પસર્જન માટે નિશ્ચિત સમયગાળા કરતાં ઓછા પ્રકાશની જરૂર હોય છે.
કેટલીક વનસ્પતિઓ,જેને દિવસ-તટસ્થ વનસ્પતિઓ (Day-neutral plants) કહેવાય છે,તેમના પુષ્પસર્જન પર પ્રકાશના સમયગાળાની કોઈ અસર થતી નથી.