આદિકોષકેન્દ્રી કોષની રચનાનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ આદિકોષકેન્દ્રી કોષો બેક્ટેરિયા,નીલ-હરિત લીલ,માયકોપ્લાઝ્મા અને $PPLO$ દ્વારા દર્શાવવામાં આવે છે.
$\Rightarrow$ તેઓ સામાન્ય રીતે સુકોષકેન્દ્રી કોષો કરતા કદમાં નાના હોય છે અને ઝડપથી વિભાજન પામે છે.
$\Rightarrow$ તેઓ આકાર અને કદમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. બેક્ટેરિયાના ચાર મૂળભૂત આકારો દંડાણુ (bacillus),ગોલાણુ (coccus),અલ્પવિરામ આકારના (vibrio) અને સર્પિલ (spirillum) છે.
$\Rightarrow$ આદિકોષકેન્દ્રી કોષો વિવિધ આકારો અને કાર્યો દર્શાવતા હોવા છતાં,તેમનું આયોજન મૂળભૂત રીતે સમાન હોય છે.
$\Rightarrow$ તમામ આદિકોષકેન્દ્રી સજીવોમાં કોષરસતરની બહાર કોષદીવાલ આવેલી હોય છે.
$\Rightarrow$ કોષમાં ભરાયેલ પ્રવાહી આધારકને કોષરસ કહે છે.
$\Rightarrow$ તેમાં સુસ્પષ્ટ કોષકેન્દ્ર હોતું નથી. જનીન દ્રવ્ય નગ્ન હોય છે અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત હોતું નથી.
$\Rightarrow$ ઘણા બેક્ટેરિયામાં જનીનિક $DNA$ ની બહાર નાના ગોળાકાર $DNA$ આવેલા હોય છે. જેને પ્લાઝમિડ કહે છે.
$\Rightarrow$ પ્લાઝમિડ $DNA$ આવા બેક્ટેરિયાને ચોક્કસ વિશિષ્ટ લક્ષણો આપે છે,જેમ કે એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારકતા.
$\Rightarrow$ પ્લાઝમિડ $DNA$ નો ઉપયોગ વિદેશી $DNA$ સાથે બેક્ટેરિયલ રૂપાંતરણને મોનિટર કરવા માટે પણ થાય છે.
$\Rightarrow$ આદિકોષકેન્દ્રી કોષોમાં કોષકેન્દ્રપટલનો અભાવ હોય છે.
$\Rightarrow$ રીબોઝોમ્સ સિવાય અંતઃકોષરસજાળ,ગોલ્ગીકાય અને કણાભસૂત્ર જેવી કોષીય અંગિકાઓ હાજર હોતી નથી.
$\Rightarrow$ કોષરસતરનું વિશિષ્ટ વિભેદિત સ્વરૂપ જેને મિસોઝોમ કહે છે,તે આદિકોષકેન્દ્રી કોષોની લાક્ષણિકતા છે. તે મુખ્યત્વે કોષરસતરના ગળીમય અંતઃવલનો છે.

Explore More

Similar Questions

ગેસ વેક્યુલ (વાયુ રસધાની),સિંગલ એન્વલપ સિસ્ટમ,સાયટોસ્કેલેટન,નોન-સેલ્યુલોઝિક કોષદીવાલ,માઇક્રોફિલામેન્ટ્સ,કોષરસ પ્રવાહ (Cytoplasmic streaming),કોઈપણ કોષીય અંગિકાઓનો અભાવ.
ઉપરોક્ત પૈકી કેટલી લાક્ષણિકતાઓ આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષ સાથે સંકળાયેલી છે?

બેક્ટેરિયાનું જિનોમિક $DNA$ કેવું હોય છે?

આદિકોષકેન્દ્રીય કોષનું જનીન દ્રવ્ય ........ છે.

વિધાન $A$: આદિકોષકેન્દ્રી સજીવો બહુકોષી સ્વરૂપમાં વિકાસ અને વિભેદન પામતા નથી.
કારણ $R$: આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આદિકોષકેન્દ્રીય કોષો .........ની ગેરહાજરી દ્વારા ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo