(A) આલ્ડિહાઇડ અને કીટોન માટે $IUPAC$ નામકરણ:
$1$. આલ્ડિહાઇડનું $IUPAC$ નામકરણ:
- ઓપન-ચેઈન એલિફેટિક આલ્ડિહાઇડના $IUPAC$ નામ અનુરૂપ આલ્કેનના નામમાંથી અંતિમ $'e'$ ને $'al'$ પ્રત્યય દ્વારા બદલીને મેળવવામાં આવે છે.
- વિસ્થાપિત આલ્ડિહાઇડમાં,આલ્ડિહાઇડ સમૂહ ધરાવતી કાર્બન શૃંખલાને મુખ્ય શૃંખલા તરીકે પસંદ કરવામાં આવે છે. નંબરિંગ આલ્ડિહાઇડ કાર્બનથી શરૂ થાય છે,જેને હંમેશા સ્થાન $1$ આપવામાં આવે છે.
- ઉદાહરણ: $CH_3CH_2CHO$ એ પ્રોપેનાલ છે.
$2$. કીટોનનું $IUPAC$ નામકરણ:
- ઓપન-ચેઈન એલિફેટિક કીટોનના $IUPAC$ નામ અનુરૂપ આલ્કેનના નામમાંથી અંતિમ $'e'$ ને $'one'$ પ્રત્યય દ્વારા બદલીને મેળવવામાં આવે છે.
- શૃંખલાનું નંબરિંગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી કાર્બોનિલ કાર્બનને શક્ય તેટલો ઓછો નંબર મળે.
- ઉદાહરણ: $CH_3COCH_2CH_3$ એ બ્યુટેન$-2-$ઓન છે.