સિદ્ધાંત: આ પદ્ધતિ મિશ્રણના વિવિધ ઘટકોના અધિશોષક પર અલગ-અલગ માત્રામાં થતા અધિશોષણના તફાવત પર આધારિત છે.
મિશ્રણને સ્થિર કલા (stationary phase) પર મૂકવામાં આવે છે,જે ઘન અથવા પ્રવાહી હોઈ શકે છે. શુદ્ધ દ્રાવક,દ્રાવકોનું મિશ્રણ અથવા વાયુને સ્થિર કલા પર ધીમેથી પસાર થવા દેવામાં આવે છે. જેમ જેમ ગતિશીલ કલા (moving phase) આગળ વધે છે,તેમ મિશ્રણના વિવિધ ઘટકો ક્રમશઃ અલગ પડે છે. ક્રોમેટોગ્રાફીની ઘણી તકનીકો છે જેમ કે પેપર ક્રોમેટોગ્રાફી,ગેસ ક્રોમેટોગ્રાફી,થીન લેયર ક્રોમેટોગ્રાફી અને કોલમ ક્રોમેટોગ્રાફી. કોલમ ક્રોમેટોગ્રાફી એવા તત્વોના શુદ્ધિકરણ માટે ખૂબ જ ઉપયોગી છે જે અલ્પ માત્રામાં ઉપલબ્ધ હોય અને જેમાં અશુદ્ધિઓ અને શુદ્ધ કરવાના તત્વના રાસાયણિક ગુણધર્મોમાં બહુ મોટો તફાવત ન હોય.