(N/A) પદાર્થમાં ચુંબકીય ગુણધર્મોનું મૂળ ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિને કારણે છે:
$(i)$ ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ગતિ.
$(ii)$ પોતાની ધરી પર ભ્રમણ ગતિ (સ્પિન ગતિ).
પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન નાના ચુંબક જેવું વર્તે છે. ઇલેક્ટ્રોન વીજભારિત કણ હોવાથી અને આ ગતિઓ કરતો હોવાથી,તેને વિદ્યુતપ્રવાહના નાના લૂપ તરીકે ગણી શકાય છે જે ચુંબકીય મોમેન્ટ ધરાવે છે.
આમ,દરેક ઇલેક્ટ્રોન સાથે કાયમી સ્પિન અને કક્ષીય ચુંબકીય મોમેન્ટ જોડાયેલી હોય છે. ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે અને તેને બોહર મેગ્નેટોન,$\mu_{B}$ એકમમાં માપવામાં આવે છે,જે $9.27 \times 10^{-24} \text{ A m}^{2}$ જેટલું છે.
તેમના ચુંબકીય ગુણધર્મોના આધારે,પદાર્થોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે:
$(i)$ પેરામેગ્નેટિક (અનુચુંબકીય)
$(ii)$ ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય)
$(iii)$ ફેરોમેગ્નેટિક (લોહચુંબકીય)
$(iv)$ એન્ટિફેરોમેગ્નેટિક (પ્રતિલોહચુંબકીય)
$(v)$ ફેરીમેગ્નેટિક