આ નિયમ $1808$ માં ગે-લ્યુસેક દ્વારા આપવામાં આવ્યો હતો.
તેમણે અવલોકન કર્યું કે જ્યારે વાયુઓ રાસાયણિક પ્રક્રિયામાં જોડાય છે અથવા ઉત્પન્ન થાય છે,ત્યારે તેઓ કદના સાદા ગુણોત્તરમાં હોય છે,જો બધા વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય.
ઉદાહરણ તરીકે,$100 \ mL$ હાઇડ્રોજન $50 \ mL$ ઓક્સિજન સાથે જોડાઈને $100 \ mL$ પાણીની વરાળ આપે છે.
$\text{Hydrogen} + \text{Oxygen} \rightarrow \text{Water vapour}$
$100 \ mL$ $50 \ mL$ $100 \ mL$
આમ,હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ જે એકબીજા સાથે જોડાય છે (એટલે કે $100 \ mL$ અને $50 \ mL$) તે $2:1$ નો સાદો ગુણોત્તર ધરાવે છે.
ગે-લ્યુસેકની કદના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તરની શોધ એ વાસ્તવમાં કદ દ્વારા નિશ્ચિત પ્રમાણનો નિયમ છે,જ્યારે અગાઉનો નિયમ દળના સંદર્ભમાં હતો.