કણાભસૂત્રની રચના,સ્થાન અને કાર્ય વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ કણાભસૂત્રને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોવા માટે વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં આવે છે.
$\Rightarrow$ કોષ દીઠ કણાભસૂત્રની સંખ્યા કોષની દેહધાર્મિક સક્રિયતા પર આધારિત હોય છે.
$\Rightarrow$ આકાર અને કદની દ્રષ્ટિએ પણ તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
$\Rightarrow$ સામાન્ય રીતે તે સોસેજ આકારના અથવા નળાકાર હોય છે,જેનો વ્યાસ $0.2-1.0 \mu m$ (સરેરાશ $0.5 \mu m$) અને લંબાઈ $1.0-4.1 \mu m$ હોય છે.
$\Rightarrow$ દરેક કણાભસૂત્ર બેવડી પટલમય રચના છે,જેમાં બાહ્ય પટલ અને અંતઃપટલ તેના અવકાશને સ્પષ્ટ રીતે બે જલીય કક્ષાઓમાં વિભાજિત કરે છે,એટલે કે બાહ્ય કક્ષા અને અંતઃકક્ષા.
$\Rightarrow$ અંતઃકક્ષાને આધારક (matrix) કહે છે. અંતઃપટલ આધારકની તરફ અનેક ગડીઓ બનાવે છે જેને ક્રિસ્ટી કહે છે. ક્રિસ્ટી સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
$\Rightarrow$ બંને પટલો પાસે કણાભસૂત્રના કાર્ય સાથે સંકળાયેલા તેમના પોતાના વિશિષ્ટ ઉત્સેચકો હોય છે.
$\Rightarrow$ કણાભસૂત્ર એજારક શ્વસનનું સ્થાન છે. તે $ATP$ સ્વરૂપે કોષીય ઉર્જા ઉત્પન્ન કરે છે,તેથી તેને કોષનું 'પાવર હાઉસ' કહેવામાં આવે છે.
$\Rightarrow$ આધારકમાં એક વલયાકાર $DNA$ અણુ,થોડા $RNA$ અણુઓ,રીબોઝોમ્સ $(70S)$ અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો આવેલા હોય છે.
$\Rightarrow$ કણાભસૂત્ર ભાજન દ્વારા વિભાજન પામે છે.

Explore More

Similar Questions

ઓક્સિડેટિવ ઉત્સેચકો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

$A$: કણાભસૂત્ર એ કોષનું શક્તિઘર છે.
$R$: કોષીય શ્વસન દરમિયાન ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે.

$F_1$ પાર્ટિકલ એ નીચેનામાંથી શાનો ભાગ છે?

જે અંગિકામાં શ્વસનની ઓક્સિડેટિવ પ્રક્રિયા થાય છે,તેને ...... તરીકે ઓળખવામાં આવે છે.

રેકરના કણો (Racker's particles) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo