વેક્ટરમાં ક્લોનિંગની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી લાક્ષણિકતાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રતિકૃતિનું ઉદગમ સ્થાન $(ori)$: આ એક ચોક્કસ $DNA$ ક્રમ છે જ્યાંથી પ્રતિકૃતિની શરૂઆત થાય છે. આ ક્રમ સાથે જોડાયેલ કોઈપણ $DNA$ નો ટુકડો યજમાન કોષોમાં પ્રતિકૃતિ પામી શકે છે. તે જોડાયેલ $DNA$ ની નકલ સંખ્યા (copy number) ને નિયંત્રિત કરવા માટે પણ જવાબદાર છે.
$(ii)$ પસંદગીમાન રેખક (Selectable marker): પ્રતિકૃતિના ઉદગમ સ્થાન ઉપરાંત,વેક્ટરમાં પસંદગીમાન રેખક હોવું જરૂરી છે. તે બિન-રૂપાંતરિતોને ઓળખવામાં અને દૂર કરવામાં મદદ કરે છે અને પસંદગીયુક્ત રીતે રૂપાંતરિતોની વૃદ્ધિને મંજૂરી આપે છે. એમ્પિસિલિન,ક્લોરામ્ફેનિકોલ,ટેટ્રાસાયક્લિન અથવા કેનામાઈસિન જેવા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકાર આપતા જનીનો $E. coli$ માટે ઉપયોગી પસંદગીમાન રેખક ગણાય છે.
$(iii)$ ક્લોનિંગ સાઇટ્સ: વિદેશી $DNA$ ને જોડવા માટે,વેક્ટરમાં સામાન્ય રીતે વપરાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ખૂબ જ ઓછી,પ્રાધાન્યમાં એક જ ઓળખ સાઇટ (recognition site) હોવી જોઈએ. વેક્ટરમાં એક કરતાં વધુ ઓળખ સાઇટ્સની હાજરી ઘણા ટુકડાઓ ઉત્પન્ન કરશે,જે જનીન ક્લોનિંગને જટિલ બનાવશે. વિદેશી $DNA$ નું જોડાણ સામાન્ય રીતે બે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનોમાંથી એકમાં હાજર રિસ્ટ્રિક્શન સાઇટ પર કરવામાં આવે છે.

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ અણુના ઉદ્ભવ વિશે સામાન્ય માહિતી આપો.

કોહન અને બોયરે પ્લાઝમીડમાંથી $DNA$ નો ટુકડો કાપીને એન્ટિબાયોટિક અવરોધક જનીન કયા વર્ષમાં અલગ કર્યું હતું?

સુધારેલ $Streptococcus$ બૅક્ટેરિયા કઈ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે?

સજીવો અથવા તેમાંથી મેળવેલા ઉત્સેચકોનો ઉપયોગ કરીને મનુષ્યો માટે ઉપયોગી નીપજોના ઉત્પાદન સાથે વિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે?

$In$ $vitro$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo