કોષોનું શ્રેણી જોડાણ એટલે શું? $\varepsilon_1$ અને $\varepsilon_2$ $emf$ ધરાવતા બે કોષોને શ્રેણીમાં જોડતા મળતા સમતુલ્ય $emf$ માટેનું સૂત્ર તારવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે એક કોષનો એક છેડો બીજા કોષના વિરુદ્ધ છેડા સાથે જોડાયેલો હોય અને બાકીના બે છેડા મુક્ત રાખવામાં આવે,ત્યારે આવા જોડાણને કોષોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે.
આકૃતિમાં,$\varepsilon_1$ $emf$ અને $r_1$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી $A$ અને $B$ વચ્ચે જોડાયેલી છે અને $\varepsilon_2$ $emf$ અને $r_2$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી $B$ અને $C$ વચ્ચે જોડાયેલી છે.
ધારો કે $A$ અને $C$ વચ્ચેનું સમતુલ્ય $emf$ $\varepsilon_{eq}$ છે અને સમતુલ્ય આંતરિક અવરોધ $r_{eq}$ છે.
ધારો કે બિંદુ $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન અનુક્રમે $V(A), V(B)$ અને $V(C)$ છે.
પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(p.d.)$ $V_{AB} = V(A) - V(B) = \varepsilon_1 - I r_1$ ... $(1)$
બીજા કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_{BC} = V(B) - V(C) = \varepsilon_2 - I r_2$ ... $(2)$
$A$ અને $C$ વચ્ચેનો કુલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત:
$V_{AC} = V_{AB} + V_{BC} = (V(A) - V(B)) + (V(B) - V(C))$
$V_{AC} = (\varepsilon_1 - I r_1) + (\varepsilon_2 - I r_2) = (\varepsilon_1 + \varepsilon_2) - I(r_1 + r_2)$ ... $(3)$
સમતુલ્ય જોડાણ માટે,વિદ્યુતસ્થિતિમાનનો તફાવત:
$V_{AC} = \varepsilon_{eq} - I r_{eq}$ ... $(4)$
સમીકરણ $(3)$ અને $(4)$ ની સરખામણી કરતા:
$\varepsilon_{eq} = \varepsilon_1 + \varepsilon_2$
$r_{eq} = r_1 + r_2$
જો કોષોને શ્રેણીમાં વિરુદ્ધ સ્થિતિમાં જોડવામાં આવે (એટલે કે ધન છેડો ધન છેડા સાથે),તો સમતુલ્ય $emf$ $\varepsilon_{eq} = \varepsilon_1 - \varepsilon_2$ થાય (જ્યાં $\varepsilon_1 > \varepsilon_2$).

Explore More

Similar Questions

ઓપન સર્કિટ (ખુલ્લા પરિપથ) ની સ્થિતિ માટે,કોષના ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય શું છે?

સમાન $emf$ $(\varepsilon)$ ધરાવતા બે સ્ત્રોતોને શ્રેણીમાં બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવ્યા છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધ $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, તો:

Difficult
View Solution

જ્યારે એક સેલને હાઈ રેઝિસ્ટન્સ વોલ્ટમીટર સાથે જોડવામાં આવે છે ત્યારે તેનું રીડિંગ $2.2\, V$ મળે છે. જ્યારે સેલના ટર્મિનલ્સને $5\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે વોલ્ટમીટરનું રીડિંગ ઘટીને $1.8\, V$ થાય છે. સેલનો આંતરિક અવરોધ $\Omega$ માં શોધો.

Difficult
View Solution

$N$ સમાન કોષો શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડાયેલા છે. જ્યારે તેની સાથે બાહ્ય અવરોધ $R$ જોડવામાં આવે છે,ત્યારે તે સમાન વિદ્યુત પ્રવાહ આપે છે. પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ $r$ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo