(A) મનુષ્યોમાં $30$ થી વધુ જાણીતા $RBC$ એન્ટિજન જોવા મળે છે,જે કોઈ ચોક્કસ વ્યક્તિના રુધિર કોષોને વિવિધ રુધિરજૂથોમાં વર્ગીકૃત કરે છે.
તેમાં બે મુખ્ય પ્રકારના રુધિરજૂથો $ABO$ અને $Rh$ છે.
$ABO$ જૂથ પદ્ધતિ $RBC$ ની સપાટી પર રહેલા બે એન્ટિજન (રસાયણો જે રોગપ્રતિકારક પ્રતિભાવ પ્રેરી શકે છે) ની હાજરી અથવા ગેરહાજરી પર આધારિત છે,જે $A$ અને $B$ છે.
તે જ રીતે,વિવિધ વ્યક્તિઓના પ્લાઝ્મામાં બે કુદરતી એન્ટિબોડીઝ હોય છે. આ એન્ટિજનની વિરુદ્ધ હોય છે અને તેને એન્ટિ-$A$ અને એન્ટિ-$B$ કહેવામાં આવે છે.
આ એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરીના આધારે,મનુષ્યોમાં ચાર રુધિરજૂથો $A, B, AB$ અને $O$ જોવા મળે છે.
દાતાની સુસંગતતા $RBC$ પરના એન્ટિજન અને પ્લાઝ્મામાં રહેલા એન્ટિબોડીઝ પર આધારિત છે,જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે:
| રુધિરજૂથ | $RBC$ પર એન્ટિજન | પ્લાઝ્મામાં એન્ટિબોડીઝ | દાતાનું જૂથ |
| $A$ | $A$ | એન્ટિ-$B$ | $A, O$ |
| $B$ | $B$ | એન્ટિ-$A$ | $B, O$ |
| $AB$ | $A, B$ | નિલ | $AB, A, B, O$ |
| $O$ | નિલ | એન્ટિ-$A, B$ | $O$ |
રુધિર ચઢાવતી વખતે,કોઈપણ રુધિરનો ઉપયોગ કરી શકાતો નથી; દાતાના રુધિરને પ્રાપ્તકર્તાના રુધિર સાથે કાળજીપૂર્વક મેળવવું પડે છે.
$O$ જૂથનું રુધિર કોઈપણ અન્ય રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને આપી શકાય છે,તેથી $O$ જૂથની વ્યક્તિઓને સાર્વત્રિક દાતા (universal donors) કહેવામાં આવે છે.
$AB$ જૂથ ધરાવતી વ્યક્તિઓ $AB$ તેમજ અન્ય રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ પાસેથી રુધિર સ્વીકારી શકે છે. તેથી,આવી વ્યક્તિઓને સાર્વત્રિક સ્વીકારનાર (universal recipients) કહેવામાં આવે છે.