(N/A) આલ્કોહોલની સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા: પાણીની જેમ આલ્કોહોલ પણ $Li, Na, K, Al$ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોક્સાઈડ બનાવે છે અને હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઉદાહરણો નીચે મુજબ છે:
$2 ROH + 2 Na \longrightarrow 2 R-O-Na + H_2(g)$
$2 CH_3OH + 2 Na \longrightarrow 2 CH_3ONa + H_2(g)$
$2 CH_3CH_2OH + Mg \longrightarrow (CH_3CH_2O)_2Mg + H_2(g)$
$6 (CH_3)_3C-OH + 2 Al \longrightarrow 2 [(CH_3)_3C-O]_3Al + 3 H_2(g)$
આ પ્રક્રિયાઓમાં $O-H$ બંધ તૂટે છે.
$(b)$ આલ્કોહોલનો એસિડિક ગુણ: ઉપરની પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ સ્વભાવે એસિડિક છે. વાસ્તવમાં આલ્કોહોલ $Br\ddot{o}nsted$ એસિડ છે અને તેઓ પ્રબળ બેઈઝ $(B:)$ ને પ્રોટોનનું દાન કરી શકે છે.
$B: + H-\ddot{O}-R \longrightarrow B-H + :\ddot{O}-R^-$