આંતરાલીય સંયોજનો એટલે શું? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે સંક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટિસમાં અંદરના ભાગમાં નાના પરમાણુઓ જેવા કે $H, C$ કે $N$ ગોઠવાય છે,ત્યારે બનતાં સંયોજનોને આંતરાલીય સંયોજનો કહે છે.
ઉદાહરણ: $TiC, Mn_4N, Fe_3H, VH_{0.56}, TiH_{1.7}$ વગેરે.
આ સંયોજનો સામાન્ય રીતે બિન-તત્ત્વયોગમિતિય હોય છે અને તેઓ આયનીય કે સહસંયોજક હોતાં નથી. તેમના સૂત્રો ધાતુની સામાન્ય ઑક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી.
આંતરાલીય સંયોજનોની ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ:
$(i)$ તેમનાં ગલનબિંદુ ઊંચાં હોય છે,જે તેમની શુદ્ધ ધાતુનાં ગલનબિંદુ કરતાં પણ વધારે હોય છે.
$(ii)$ આ સંયોજનો ખૂબ જ સખત હોય છે. કેટલાક બોરાઈડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય છે.
$(iii)$ તેઓ ધાત્વીય વાહકતા જાળવી રાખે છે.
$(iv)$ તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે.

Explore More

Similar Questions

કેમેરા માટે ઊંચા વક્રીભવનાંક ધરાવતા ઓપ્ટિકલ કાચની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

$CrO$,$Cr_2O_3$,અને $CrO_3$ પૈકી,બેઝિક અને એમ્ફોટેરિક ઓક્સાઈડના સ્પિન-ઓન્લી મેગ્નેટિક મોમેન્ટના મૂલ્યોનો સરવાળો . . . . . . . . $10^{-2} \ BM$ (નજીકનો પૂર્ણાંક) છે.
($Cr$ નો પરમાણુ ક્રમાંક $24$ આપેલ છે)

$513 \ K$ તાપમાને $Mn$ સંયોજન $(X)$ નું ઉષ્મીય વિઘટન થવાથી સંયોજન $Y$,$MnO_2$ અને એક વાયુરૂપ નીપજ મળે છે. $MnO_2$ એ $NaCl$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને તીવ્ર વાસવાળો વાયુ $Z$ આપે છે. $X, Y$ અને $Z$ ઓળખો.

ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન સિસ્ટમમાં ફાઈબર એમ્પ્લીફાયરમાં નીચેનામાંથી કયા તત્વને ડોપ કરવામાં આવે છે?

$Mn$ અને $Mn_2O_7$ વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
$A$. $Mn$ એ $Mn_2O_7$ ઓક્સાઈડ બનાવે છે જેમાં $Mn$ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે.
$B$. ઓક્સિજન $Mn$ સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
$C$. $Mn_2O_7$ એ આયનીય ઓક્સાઈડ છે.
$D$. $Mn_2O_7$ ની રચનામાં એક બ્રિજ્ડ ઓક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo