$f_1$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો,$f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $d$ અંતરે મૂકવામાં આવ્યો છે. અનંત અંતરેથી આવતો પ્રકાશનો કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ-અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થઈને પાછો અનંત અંતરે જાય છે. તો અંતર $d$ કેટલું હોવું જોઈએ?

  • A
    $f_1 + f_2$
  • B
    $-f_1 + f_2$
  • C
    $2f_1 + f_2$
  • D
    $-2f_1 + f_2$

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં,ત્રણ લેન્સ બનેલા છે. દરેકની જાડાઈ $|R_1|$ અને $|R_2|$ ની સરખામણીમાં અવગણ્ય છે,એટલે કે કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીની વક્રતા ત્રિજ્યા,તો આ સંયોજનનો પાવર કેટલો થાય?

એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $=1.5$) જે દરેકની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે,તેમને હવામાં (વક્રીભવનાંક $=1$) આકૃતિમાં દર્શાવ્યા મુજબ $50 \ cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. એક વસ્તુને અરીસાથી $15 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા રચાતી તેની ચત્તી પ્રતિમાની મોટવણી $M_1$ છે. જ્યારે આ ગોઠવણને $7/6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે છે,ત્યારે મોટવણી $M_2$ થાય છે. તો $\left|\frac{M_2}{M_1}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

એક સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,cm$ છે. જો તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,તો તે અભિસારી અરીસા તરીકે વર્તે છે. તેની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સને $1.2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જ્યારે લેન્સની સમતલ બાજુને સંપૂર્ણ પરાવર્તન માટે સિલ્વર કોટિંગ કરવામાં આવે છે,ત્યારે પ્રવાહીમાં ડૂબેલા લેન્સ $0.2 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($m$ માં)?

વક્રતા ત્રિજ્યા $R = 20 \, cm$ અને વક્રીભવનાંક $\mu = 1.5$ ધરાવતા એક બહિર્ગોળ લેન્સની એક બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. આ તંત્રની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી થશે ($, cm$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo