પરમાણ્વીકરણની એન્થાલ્પી $\left( \Delta_{a} H^{\theta} \right)$ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પરમાણ્વીકરણની એન્થાલ્પી $\left( \Delta_{a} H^{\theta} \right)$ એટલે કે જ્યારે સંયોજનના એક મોલ બંધોને સંપૂર્ણપણે તોડીને વાયુમય અવસ્થામાં પરમાણુઓ મેળવવામાં આવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર.
ઉદાહરણ તરીકે,ડાયહાઇડ્રોજન માટે:
$H_{2(g)} \rightarrow 2H_{(g)} ; \Delta_{a} H^{\theta} = 435.0 \ kJ \ mol^{-1}$
આ પ્રક્રિયામાં,$H-H$ બંધ તૂટીને વાયુમય $H$ પરમાણુઓ બને છે. દ્વિ-પરમાણ્વીય અણુઓ માટે,પરમાણ્વીકરણની એન્થાલ્પી એ બંધ વિયોજન એન્થાલ્પીને સમાન છે.
મિથેન જેવા બહુ-પરમાણ્વીય અણુઓ માટે:
$CH_{4(g)} \rightarrow C_{(g)} + 4H_{(g)} ; \Delta_{a} H^{\theta} = 1665 \ kJ \ mol^{-1}$
સોડિયમ જેવા ઘન તત્વો માટે:
$Na_{(s)} \rightarrow Na_{(g)} ; \Delta_{a} H^{\theta} = 108.4 \ kJ \ mol^{-1}$
આ કિસ્સામાં,પરમાણ્વીકરણની એન્થાલ્પી એ ઉર્ધ્વપાતન એન્થાલ્પીને સમાન છે.

Explore More

Similar Questions

$NH_{3(g)}$ અને $N_2H_{4(g)}$ ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અનુક્રમે $+150 \ kJ \ mol^{-1}$ અને $+310 \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H(N-N)$ બંધ એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

$NaOH$ અને $HCl$ ની તટસ્થીકરણની ઉષ્મા $-57.46 \, kJ/eq$ છે. તો પાણીની આયનીકરણ ઉષ્મા $kJ/mol$ માં કેટલી થાય?

$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \, kJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા $-12.1 \, kJ/mol$ હોય,તો $HCN$ ની વિયોજન એન્થાલ્પી $...... \, kJ$ થશે.

પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું?

$2.1 \ g$ $Fe$,$S$ સાથે સંયોજાઈને $3.77 \ kJ$ ઉષ્મા મુક્ત કરે છે. $FeS$ ની સર્જન ઉષ્મા $kJ/mol$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo