(N/A) આપણા જીવનમાં ગ્રીન કેમિસ્ટ્રીના ઉપયોગો નીચે મુજબ છે:
$(i)$ કપડાંની ડ્રાય ક્લીનિંગ: અગાઉ ડ્રાય ક્લીનિંગ માટે દ્રાવક તરીકે ટેટ્રાક્લોરોઈથીન $(Cl_2C=CCl_2)$ નો ઉપયોગ થતો હતો. આ સંયોજન ભૂગર્ભ જળને દૂષિત કરે છે અને તે કેન્સરકારક હોવાની શંકા છે. તેથી,આ સંયોજનને બદલે યોગ્ય ડિટર્જન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. હેલોજનેટેડ દ્રાવકને બદલે પ્રવાહી $CO_2$ નો ઉપયોગ કરવાથી ભૂગર્ભ જળને ઓછું નુકસાન થાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ નો ઉપયોગ કપડાં બ્લીચ કરવા માટે થાય છે,જે વધુ સારા પરિણામો આપે છે અને પાણીનો ઓછો વપરાશ કરે છે.
$(ii)$ કાગળનું બ્લીચિંગ: અગાઉ કાગળને બ્લીચ કરવા માટે ક્લોરિન ગેસનો ઉપયોગ થતો હતો,જ્યારે આજકાલ હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ નો ઉપયોગ થાય છે.
$(iii)$ રસાયણોનું સંશ્લેષણ: ઇથેનાલ $(CH_3CHO)$ હવે વ્યાપારી ધોરણે જલીય માધ્યમમાં આયનીય ઉદ્દીપકની હાજરીમાં ઇથીનના ઓક્સિડેશન દ્વારા $90 \%$ ની નીપજ સાથે તૈયાર કરવામાં આવે છે.
$CH_2=CH_2 + O_2 \xrightarrow[Pd(II)/Cu(II) \text{ (પાણીમાં)}]{Catalyst} CH_3CHO \text{ (90 \%)}$