બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં એકલ વિદ્યુતભારની સ્થિતિઊર્જાનું સમીકરણ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બાહ્ય વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન $V$ દરેક બિંદુએ અલગ-અલગ હોઈ શકે છે.
વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ,બિંદુ $P$ આગળનું સ્થિતિમાન $V$ એ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ $P$ સુધી લાવવા માટે કરેલા કાર્ય જેટલું હોય છે. (અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે તેમ સ્વીકારીએ છીએ.)
તેથી,બાહ્ય ક્ષેત્રમાં $q$ વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ $P$ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય $W = qV$ છે.
આ કાર્ય વિદ્યુતભાર $q$ ની સ્થિતિઊર્જા $U$ સ્વરૂપે સંગ્રહિત થાય છે.
$\therefore U = qV$.
જો બિંદુ $P$ નો ઉગમબિંદુની સાપેક્ષ સ્થાન સદિશ $\vec{r}$ હોય,તો બિંદુ $P$ આગળ સ્થિતિઊર્જા $U(\vec{r}) = qV(\vec{r})$ થાય.
આમ,બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિઊર્જા = વિદ્યુતભાર $\times$ બાહ્ય ક્ષેત્રમાં તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન.

Explore More

Similar Questions

એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $E = (10 \hat{i} + 30 \hat{j}) \ Vm^{-1}$ છે. $A$ અને $B$ એ ક્ષેત્રમાં અનુક્રમે $(1, 2, 0) \ m$ અને $(2, 1, 3) \ m$ પર આવેલા બે બિંદુઓ છે. જ્યારે $0.8 \ C$ નો વિદ્યુતભાર $A$ થી $B$ સુધી પરવલયાકાર પથ પર ગતિ કરે ત્યારે થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)?

$20 \ nC$ ના સ્થિર બિંદુવત વિદ્યુતભારથી $4 \ m$ ના અંતરેથી એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે બિંદુવત વિદ્યુતભારથી $2 \ m$ દૂર હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?
[ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \ C$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \ N \ m^2 \ C^{-2}$]

એક પરીક્ષણ વિદ્યુતભાર $q$ ને બિંદુવત વિદ્યુતભાર $Q$ ના વિદ્યુતક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અલગ-અલગ બંધ પથ પર ગતિ કરાવવામાં આવે છે. પ્રથમ પથમાં વિદ્યુતક્ષેત્રની રેખાઓને સમાંતર અને લંબ વિભાગો છે. બીજો પથ પ્રથમ લૂપ જેટલા જ ક્ષેત્રફળવાળો લંબચોરસ લૂપ છે. બંને કિસ્સાઓમાં થયેલા કાર્યની સરખામણી કેવી રીતે કરશો?

એક વિદ્યુતભાર $(-q)$ અને બીજો વિદ્યુતભાર $(+Q)$ અનુક્રમે બે બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. બિંદુ $B$ પર વિદ્યુતભાર $(+Q)$ ને સ્થિર રાખીને,$A$ પરના વિદ્યુતભાર $(-q)$ ને બીજા બિંદુ $C$ પર એવી રીતે ખસેડવામાં આવે છે કે જેથી $ABC$ એ $\ell$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ બનાવે. વિદ્યુતભાર $(-q)$ ને ખસેડવા માટે થયેલું કુલ કાર્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવેલ પથ પર $2 \ \mu C$ નો વિદ્યુતભાર $B$ થી $C$ બિંદુએ જાય છે. તો થતું કાર્ય $J$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo