વીનનો સ્થાનાંતરનો નિયમ (Wien's displacement law) લખો અને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈપણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્મીય વિકિરણો વિવિધ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોના બનેલા હોય છે અને આ તરંગો એક સતત વર્ણપટ રચે છે, પરંતુ અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રમાણ વધારે હોય છે.
ઉદાહરણ તરીકે, ઓરડાના તાપમાને $(300 \; K)$ કૃષ્ણ પદાર્થના વિકિરણમાં મોટાભાગના વિકિરણો $95,500 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો (ઇન્ફ્રારેડ તરંગો) હોય છે.
જેમ તાપમાન વધારવામાં આવે છે, તેમ નાની તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે છે.
આશરે $1100 \; K$ તાપમાને, લાલ રંગને અનુરૂપ તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધારે હોવાથી પદાર્થ લાલ દેખાય છે.
વીનનો સ્થાનાંતરનો નિયમ: "કોઈપણ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ વર્ણપટ ઉત્સર્જન શક્તિને અનુરૂપ તરંગલંબાઈ $(\lambda_{m})$, ઉત્સર્જક સપાટીના નિરપેક્ષ તાપમાન $(T)$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે."
ગાણિતિક રીતે, $\lambda_{m} \propto \frac{1}{T}$ અથવા $\lambda_{m} T = b$, જ્યાં $b$ એ વીનનો અચળાંક છે.
વીનનો અચળાંકનું મૂલ્ય $2.9 \times 10^{-3} \; m \cdot K$ છે.
નોંધ: અહીં $\lambda_{m}$ એ મહત્તમ તરંગલંબાઈ નથી, પરંતુ તે તરંગલંબાઈ છે કે જેના પર વિકિરણ ઉર્જા ઘનતા મહત્તમ હોય છે.
આ નિયમ સમજાવે છે કે લોખંડના ટુકડાને ગરમ કરવાથી તે પહેલા લાલ, પછી લીલો-પીળો અને અંતે સફેદ કેમ દેખાય છે.
વીનનો નિયમ સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેવા અવકાશી પદાર્થોની સપાટીનું તાપમાન અંદાજવા માટે ઉપયોગી છે.

Explore More

Similar Questions

બે સમાન બોલ $A$ અને $B$ ને ગરમ કરવામાં આવે છે. બોલ $A$ વાદળી અને બોલ $B$ લાલ દેખાય છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?

$2000 \ K$ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $4 \ \mu m$ છે. તો $2400 \ K$ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $\mu m$ માં કેટલી હશે?

Difficult
View Solution

ત્રણ અલગ-અલગ તારાઓ $A, B$ અને $C$ માંથી આવતા પ્રકાશના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે $A$ ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા મહત્તમ છે, $B$ માં વાદળી રંગની તીવ્રતા મહત્તમ છે અને $C$ માં પીળા રંગની તીવ્રતા મહત્તમ છે. આ અવલોકનો પરથી એવું તારણ કાઢી શકાય કે

કૃષ્ણ પદાર્થો $A$ અને $B$ એ $4 \mu m$ ના તરંગલંબાઈના તફાવત સાથે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ નું નિરપેક્ષ તાપમાન $B$ કરતા $3$ ગણું છે. જે તરંગલંબાઈ પર પદાર્થ $B$ મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો. ($\mu m$ માં)

પરમાણુ વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \ m$ હતી. જો વિનનો અચળાંક $b = 2.93 \times 10^{-3} \ m \cdot K$ હોય,તો પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલા ક્રમનું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo