$(a)$ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
$(b)$ કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય તેની સરેરાશ ઝડપ જેટલું હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અંતર એ પદાર્થ દ્વારા કાપવામાં આવેલ કુલ પથલંબાઈ છે,જ્યારે સ્થાનાંતર એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે.
અંતર એ અદિશ રાશિ છે,જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે.
ગતિ કરતા પદાર્થ માટે અંતર ક્યારેય શૂન્ય કે ઋણ હોઈ શકતું નથી,જ્યારે સ્થાનાંતર ધન,ઋણ કે શૂન્ય હોઈ શકે છે.
$(b)$ જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય અને તેની ગતિની દિશા બદલાતી ન હોય,ત્યારે તેના સરેરાશ વેગનું મૂલ્ય તેની સરેરાશ ઝડપ જેટલું હોય છે.

Explore More

Similar Questions

'સરેરાશ ઝડપ' ની વ્યાખ્યા આપો. એક પદાર્થ $10\, m s^{-1}$ ની સમાન ઝડપથી $5\, s$ માટે અને ત્યારબાદ $5\, m s^{-1}$ ની સમાન ઝડપથી $10\, s$ માટે ગતિ કરે છે. તેની સરેરાશ ઝડપ શોધો.

સ્થાનાંતર$-$સમયના આલેખનો ઢાળ શું દર્શાવે છે? શું સ્થાનાંતર$-$સમયનો આલેખ સ્થાનાંતરની ધરીને સમાંતર હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

$(a)$ પ્રવેગની વ્યાખ્યા આપો.
$(b)$ એક પથ્થર અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. પથ્થરની ગતિનો પ્રકાર જણાવો.

નીચે આપેલા વેગ-સમયના આલેખ $(i)$,$(ii)$ અને $(iii)$ દ્વારા દર્શાવેલ પદાર્થની ગતિ વિશે તમે શું નિષ્કર્ષ કાઢી શકો છો?

નીચેની આકૃતિ રોકેટ માટે ઝડપ-સમયનો આલેખ છે,જે ક્ષણથી બળતણ બળવાનું શરૂ થાય છે,એટલે કે $t=0$ સમયે.
$(a)$ $t=0$ સમયે રોકેટનો પ્રવેગ જણાવો.
$(b)$ $t=5 \, s$ અને $t=60 \, s$ ની વચ્ચે રોકેટના પ્રવેગમાં શું ફેરફાર થાય છે તે જણાવો.
$(c)$ $t=80 \, s$ સમયે રોકેટનો પ્રવેગ ગણો. તમારા જવાબ માટે કારણ આપો.
$(d)$ $t=80 \, s$ સમયે રોકેટનું કુલ દળ $1.6 \times 10^{6} \, kg$ છે. આ સમયે રોકેટ પર લાગતું પરિણામી બળ ગણો. તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo