સમદાબી પ્રક્રિયા (isobaric process) ની વ્યાખ્યા આપો. આવી પ્રક્રિયામાં થતા કાર્ય માટેનું સૂત્ર તારવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહે છે,તેને સમદાબી પ્રક્રિયા કહેવામાં આવે છે.
ધારો કે,$P-V$ આલેખ મુજબ દબાણ અવસ્થા $(V_1, P)$ થી $(V_2, P)$ સુધી અચળ રહે છે.
વાયુ દ્વારા અચળ દબાણે થતું કાર્ય $W$ નીચે મુજબ છે:
$W = \int_{V_1}^{V_2} P \, dV$
અહીં દબાણ $P$ અચળ હોવાથી,
$W = P \int_{V_1}^{V_2} dV$
$W = P [V_2 - V_1]$
$W = P \Delta V$
આદર્શ વાયુના સમીકરણ $PV = \mu RT$ નો ઉપયોગ કરતા,
$PV_1 = \mu RT_1$
$PV_2 = \mu RT_2$
આ કિંમતો કાર્યના સમીકરણમાં મૂકતા,
$W = \mu RT_2 - \mu RT_1$
$W = \mu R(T_2 - T_1)$
$W = \mu R \Delta T$

Explore More

Similar Questions

જો $\gamma$ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો $1 \, mol$ વાયુનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી $2V$ થાય ત્યારે તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો.

Difficult
View Solution

આઈસોબેરિક પ્રક્રિયામાં ડાયટોમિક આદર્શ વાયુને આપવામાં આવતી ઉષ્માનો કેટલા ટકા ભાગ કાર્યમાં રૂપાંતરિત થાય છે?

આદર્શ એકપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને તેને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

એક વાયુ $10^3 \, N/m^2$ ના અચળ દબાણે $0.25 \, m^3$ જેટલું વિસ્તરણ પામે છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

આદર્શ દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને વાયુને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ($/7$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo