$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ પર $q$ મૂલ્યના બે ધન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. અન્ય બે ખૂણાઓ પર તેટલા જ મૂલ્યના બે ઋણ વિદ્યુતભારો રાખવામાં આવ્યા છે. જો $Q$ વિદ્યુતભાર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરીને ધન વિદ્યુતભારો ધરાવતી બાજુના મધ્યબિંદુથી ચોરસના કેન્દ્ર સુધી જાય,તો ચોરસના કેન્દ્ર પર તેની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $\frac{1}{4\pi \varepsilon_{0}} \frac{2qQ}{a} \left( 1 - \frac{1}{\sqrt{5}} \right)$
  • B
    $\text{શૂન્ય}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_{0}} \frac{2qQ}{a} \left( 1 + \frac{1}{\sqrt{5}} \right)$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_{0}} \frac{2qQ}{a} \left( 1 - \frac{2}{\sqrt{5}} \right)$

Explore More

Similar Questions

$10^{-8} \ C$ નો એક ધન બિંદુવત વિદ્યુતભાર $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા તટસ્થ વાહક ગોળાના કેન્દ્રથી $20 \ cm$ અંતરે રાખેલ છે. ત્યારબાદ ગોળાને અર્થિંગ કરવામાં આવે છે અને ગોળા પરનો વિદ્યુતભાર માપવામાં આવે છે. અર્થિંગ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બિંદુવત વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં $10 \ cm$ દૂર ખસેડવામાં આવે છે. $\frac{1}{4 \pi \epsilon_0} = 9 \times 10^9 \ N \cdot m^2 / C^2$ લેતા,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે:
$(A)$ અર્થિંગ કરતા પહેલા,ગોળાનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન $450 \ V$ છે.
$(B)$ અર્થિંગને કારણે ગોળામાંથી જમીનમાં વહેતો વિદ્યુતભાર $5 \times 10^{-9} \ C$ છે.
$(C)$ અર્થિંગ દૂર કર્યા પછી,ગોળા પરનો વિદ્યુતભાર $-5 \times 10^{-9} \ C$ છે.
$(D)$ ગોળાનું અંતિમ સ્થિત વિદ્યુત સ્થિતિમાન $300 \ V$ છે.

બાજુની આકૃતિમાં,ચાર કેપેસિટર તેમની સંબંધિત કેપેસીટન્સ અને લાગુ પાડવામાં આવેલ $P.D.$ સાથે દર્શાવેલ છે. $4\,\mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર અને $P.D.$ કેટલો હશે?

નીચેની આકૃતિમાં,$8\,\mu F$ કેપેસિટર પરનો વીજભાર અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો હશે?

Difficult
View Solution

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ અવિદ્યુતભારીત કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે અને $V_A$,$V_B$ અને $V_D$ સ્થિતિમાન ધરાવતા બિંદુઓ $A$,$B$ અને $D$ સાથે જોડવામાં આવે છે. તો બિંદુ $O$ પાસેનું સ્થિતિમાન કેટલું હશે?

$1\,\mu F$ ના કેપેસિટર દ્વારા $2\,A$ નો ત્વરિત પ્રવાહ સ્થાપિત કરવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કયા દરે બદલાવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo