એક બાહ્ય બિંદુ $T$ માંથી કેન્દ્ર $O$ વાળા વર્તુળને બે સ્પર્શકો $TP$ અને $TQ$ દોરવામાં આવ્યા છે. સાબિત કરો કે $\angle PTQ = 2 \angle OPQ$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અહીં આપણને કેન્દ્ર $O$ વાળું એક વર્તુળ,એક બાહ્ય બિંદુ $T$ અને વર્તુળના બે સ્પર્શકો $TP$ અને $TQ$ આપેલા છે,જ્યાં $P$ અને $Q$ સ્પર્શબિંદુઓ છે (આકૃતિ જુઓ).
આપણે સાબિત કરવાનું છે કે $\angle PTQ = 2 \angle OPQ$.
ધારો કે $\angle PTQ = \theta$.
હવે,$TP = TQ$ (બાહ્ય બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે). તેથી,$\triangle TPQ$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
તેથી,$\angle TPQ = \angle TQP = \frac{1}{2} (180^{\circ} - \theta) = 90^{\circ} - \frac{1}{2} \theta$.
વળી,ત્રિજ્યા સ્પર્શબિંદુએ સ્પર્શકને લંબ હોય છે,તેથી $\angle OPT = 90^{\circ}$.
આમ,$\angle OPQ = \angle OPT - \angle TPQ = 90^{\circ} - (90^{\circ} - \frac{1}{2} \theta)$.
$\angle OPQ = \frac{1}{2} \theta = \frac{1}{2} \angle PTQ$.
આથી,$\angle PTQ = 2 \angle OPQ$ સાબિત થાય છે.

Explore More

Similar Questions

$PQ$ એ $5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની $8 \, cm$ લંબાઈની જીવા છે. $P$ અને $Q$ આગળના સ્પર્શકો એક બિંદુ $T$ પર છેદે છે (આકૃતિ જુઓ). $TP$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

$5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના બિંદુ $P$ આગળનો સ્પર્શક $PQ$ એ કેન્દ્ર $O$ માંથી પસાર થતી રેખાને બિંદુ $Q$ માં મળે છે,જેથી $OQ = 12 \, cm$ થાય. $PQ$ ની લંબાઈ ($cm$ માં) શોધો.

એક ચતુષ્કોણ $ABCD$ ને એક વર્તુળને પરિગત દોરવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $AB + CD = AD + BC$.

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $5 \, cm$ અને $3 \, cm$ છે. મોટા વર્તુળની જીવાની લંબાઈ શોધો જે નાના વર્તુળને સ્પર્શે છે.

વર્તુળના કેન્દ્રથી $5 \, cm$ દૂર આવેલા બિંદુ $A$ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ $4 \, cm$ છે. વર્તુળની ત્રિજ્યા શોધો. ($, cm$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo